પાટણ જીલ્લાના ચાણસ્મા ના જુના સુથારવાસ વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરની સામે મકાન ધરાશાયી થયું હતું.
નગરપાલિકા દ્વારા ફક્ત નોટિસ લગાવીને આગળની કોઇ કાર્યવાહી થતી નથી.જૂના મકાનો પડવાના વાંકે ઉભા રહ્યા હોય તો નોટિસ લગાવી દે છે.તે પછી આગળની કાર્યવાહી નજર કરવા આવતા નથી.તો શું નગરપાલિકા ફક્ત નોટિસ લગાવીને આગળની કાર્યવાહી નથી કરી શકતી ?
આજે આ મકાન પડ્યું આવા બીજા ઘણા મકાનો અને નોટિસ લગાવે ત્રીસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં નગર પાલિકા દ્ઘારા આગળની કોઇ કાર્યવાહી થતી નથી.
જ્યારે ચીફ આેફિસરને પૂછતાં પાલિકા દવારા નોટિસ મારી દીધી છે અને આગળની કાર્યવાહી મકાન માલિકે કરવાની હોય છે.મકાન માલિકો કોઇ કાર્યવાહી ન કરે તો આવાં મકાનો નગરપાલિકાએ ઉતારી લેવાનું કાયદાકીય છે. તેમ છતાં કોઇ કાર્યવાહી થતી નથી.જેના કારણે બીજા મકાનોને પણ નુકસાન થવાની ભીતિ રહેલી છે.
શું નગરપાલિકાના વહીવટદારો મોટો અકસ્માત થાય એની રાહ જોઈ રહ્યા છે ? નગરપાલિકાએ ઘણી નોટિસ બજાવી છે પણ આગળ કોઇ કાર્યવાહી કરી નથી. તો આ વરસાદની સિઝનમાં આ બધી નોટિસો ઉપર તાત્કાલિક અસરથી મકાન ઉતરાવી અકસ્માત ન થાય અને કોઇ જાનહાનિ ના થાય તે પૂર્વે તમામ પડવાના વાંકે ઉભેલા મકાનોને ઉતારી લેવા લોકોની માંગ ઉઠવા પામી છે.