સરદાર સરોવર નર્મદા નિગમ ચાણસ્મા ખાતે નર્મદા કોલોનીમાં નવા બનેલ નર્મદા વહીવટી સંકુલ અને સ્ટાફ ક્વાર્ટર નું ઉધધાટન વિવેક કાપડિયા , નિયામક (સિવિલ)સરદાર સરોવર નર્મદા નિગમ ગાંધીનગર હસ્તક ભારતીય સંસ્કૃતિ અનુસાર દરવાજા ઉપર પાંચ કંકુના ચાંદલા ગાયત્રી હવન ,આેક્સીઝન માટે પીપળના રોપા લગાવીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિયામક દ્વારા પોતાના વ્યક્તવ્યમાં જણાવેલ કે નિર્મળ નીરની જેમ નિર્મળ ફરજ બજાવીને ખેડુતો સુધી પાણી પહોંચે તેવા કર્મચારીઓએ પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું.
અને કાર્યપાલક ઈજનેર વિજયભાઈ જે પટેલ અને તેમની ટીમ,અને કોન્ટ્રાકટર ને વહીવટી સંકુલ નું બાંધકામ સમયસર પૂર્ણ કરવા અને વહીવટી સંકુલના ઉદ્ઘઘાટન ના સરસ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય ઇજનેર એસ. યુ. ચૌહાણ દ્વારા સંકુલને જીવની જેમ સાચવવા જણાવી ને અભિનંદન પાઠવ્યા હતા.
અધિક્ષક ઇજનેર સોલંકીએ જણાવેલ કે આપણા બધાજ પ્રશ્ન સાંભળી અને નિરાકરણ લાવવામાં મદદ રૂપ થાય છે. ઉદ્ઘઘાટન પ્રસંગમાં નર્મદા વિભાગ ના વિવિદ્ય અધિકારી ગણ , નિવૃત કર્મચારી ગણ,નિવૃત્ત અધિક્ષક ઈજનેર શ્રી એન બી પટેલ ને પણ આમંત્રણ આપવામાં આવેલ, ઘણા વર્ષો પછી બધા મિત્રો ભેગા થતા
આનંદની અનુભૂતિ કરેલ અને કાર્યપાલક ઈજનેર શ્રી વિજય પટેલ અને સ્ટાફ નો આભાર માનેલ ,આખા સમારંભના આયોજન અને ભોજન માટે કાર્યપાલક ઇજનેર વી જે પટેલ અને તેમની ટીમે ખુબજ જહેમત ઉપાડેલ , નિયામક દ્વારા જાયન્ટસ પાટણ પરિવાર નો પ્રોજેક્ટ નં પપ અંતર્ગત પપ રોપાઓમાંથી એક રોપા ને રોપી જાયન્ટસ પાટણ ની સેવાને બિરદાવેલ, સભાનું સંચાલન નિવૃત કર્મચારી નટવરભાઈ વી. દરજી પાટણ દ્વારા કરવામાં આવ્યું હતું.