પાટણ ખાતે ડૉક્ટર દ્વારા આશરે 1.250 કિલો ની ગાંઠ કાઢી દર્દીને નવજીવન આપ્યું. દર્દી ને સંતાન માં 2 દીકરા અને એક દીકરી છે. દર્દી ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ડૉક્ટર દ્વારા બિલમાં રાહત કરી આપતા દર્દીએ આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર ઘટનાની વિગતે એવી છે કે 40 વર્ષ નું દર્દી ને ઘણા ટાઈમ થી માસિક વધારે આવતું હતું અને પેટ માં સતત દુખાવો રહેતો હોવાથી અત્રે ની કુણાલ નર્સિંગ હોમ પાટણ ખાતે ડૉ નીતિન વી પટેલ ગાયનેકોલોજિસ્ટ ને બતાવવા આવેલા.
સોનોગ્રાફી કરતા દર્દી ના ગર્ભાશય માં મલ્ટીપલ ફાઈબ્રોઈડ તથા મોટો ફાઈબ્રોઈડ 12* 14 cm નો હતો. દર્દી ને હિમોગ્લોબીન પણ ઘણું ઓછું થઇ ગયેલું હતું . દર્દી તથા સગા સાથે વાત કરી તાત્કાલિક ઓપરેશન કરવા નું નક્કી થતા બ્લડ ચડાવી ઓપરેશન માં લઇ ટોટલ હિસ્ટેક્ટોમી કરી ને આશરે 1.250 કિલો ની ગાંઠ કાઢી દર્દીને નવજીવન આપ્યું હતું .
આશરે એક કલાક ઓપરેશન ચાલ્યું હતું . દર્દી ના સગા ઓ એ પણ ડૉક્ટર નીતિનભાઈ નો ખુબ જ આભાર માન્યો હતો . દર્દી ની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ડૉક્ટર સાહેબે પણ દર્દી ના સગા ને પૈસા ની કે બિલ માં ઘણી રાહત કરી આપતા દર્દી ના સગાએ ડૉક્ટર નો દિલ થી આભાર માન્યો હતો.
ડૉક્ટર નીતિનભાઈ પટેલ સાહેબ ના જણાવ્યા પ્રમાણે આ ફાઈબ્રોઈડ લગભગ 40 -50 % લેડીઝ માં જોવા મળતા હોય છે પરંતુ બધા ને ઓપરેશન ની જરૂર હોતી નથી . આ ફાઈબ્રોઈડ ના લીધે ઘણી વાર ઋતુશ્રાવ વધારે આવવો , પેટ માં દુખાવો રહેવો તેમજ ઘણી વાર વંધ્યત્વ જેવી સમસ્યા થતી હોય છે .
ડૉક્ટર નીતિનભાઈ પટેલે ભૂતકાળ માં પણ આવી કોમ્પ્લિકેટેડ સર્જરી સફળતા પૂર્વક કરી દર્દીઓ ને નવજીવન આપ્યું છે