ર૩ મી જુને સમગ્ર ભારતભરમાં બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે હિન્દૂ મહાસભાના અધ્યક્ષ ડો શ્યામાપ્રસાદ મુખરજીએર્ એક દેશ મેં દો-નિશાન, દો-વિધાન, દો-પ્રધાન નહિ ચલોગે ના નારા થકી દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા.
ત્યારે ડો.શયામા પ્રસાદ મુખર્જીએ ર૩મી જુને પોતાનું બલિદાન આપ્યું હતું. જેને લઇને ર૩ મી જૂને પાટણ શહેરના આનંદ સરોવર ખાતે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને યાદ કરીને તેમને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આનંદ સરોવર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રભારી ગોવિંદ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,જીલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,શહેર મહામંત્રી ગૌરવભાઈ મોદી સહિત ભારતીય જનતા પાટી ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપિસ્થત રહ્યા હતા અને ડો.શ્યામા પ્રસાદ મુખર્જીની બલિદાનની ભાવનાને યાદ કરવામાં આવી હતી.