પાટણના નવા સર્કિટ હાઉસ ખાતે મદદનીશ કલેક્ટર સ્વિપ્નલ ખરે તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખનો વિદાયમાન સમારંભ યોજાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંધ ગુલાટીની ઉપિસ્થતિમાં જિલ્લા મહેસુલી પરિવાર તરફથી બંને અધિકારીશ્રીઆેને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રીત સિઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ખરેએ પ્રાંત અધિકારી તરીકે પૂરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કયુઁ છે. તેમને સોંપવામાં આવેલી આગામી કામગીરીમાં પણ તેઆેની સફળતા માટે શુભેચ્છાઆે પાઠવું છું.
સાથે જ રોજગાર અને તાલીમ નિયામક તરીકેની મારી અગાઉની ફરજ દરમ્યાન શ્રી પારેખે કરેલી કામગીરીમાંથી ઘણું માર્ગદર્શન મેળવ્યું હતું. પાટણમાં મારી સૌપ્રથમવાર જિલ્લા કલેકટર તરીકે નિમણૂંક થઈ ત્યારથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પારેખનો પૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે.
કલેકટરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોરોના વાયરસ મહામારીના સમયમાં કરેલી કામગીરીને બિરદાવી આગામી ફરજ માટે શુભકામનાઆે પાઠવી હતી.