રાજ્યમાં પોસ્ટ વિભાગ ખેડૂતો તેમની ખેતપેદાશ પોતાને અનુકુળ ભાવે વેચી શકે તે માટે ડીજીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે અને આમાં પાઇલોટ તરીકે ર જીલ્લાઓ ની પસંદગી શરૂઆતના તબક્કામાં કરવામાં આવી છે જેમાં મહેસાણા જીલ્લા પોસ્ટ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
રાજ્ય પોસ્ટ વિભાગ દ્વારા ખેડૂતો માટે એક ડીજીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવશે જેમાં મેહસાણા અને ગોંડલ જીલ્લા ની પાઈલોટ પ્રોજેક્ટ તરીકે પસંદગી કરવામાં આવી છે ભારતીય ટપાલ વિભાગ મેહસાણા એ એગ્રીબીડ પ્રાઇવેટ લીમીટેડ કંપની સાથે કોન્ટ્રકટ કર્યો છે.
આ પ્રોજેક્ટ માં હાલના તબક્કે મેહસાણા જીલ્લાની પ૩ સબ પોસ્ટ ઓફિસોમાં આની કામગીરી શરુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માં ખેડૂતો એ પ૩ સબ પોસ્ટ ઓફિસો માંથી કોઈ પણ જગ્યા પર જઈ રજીસ્ટ્રેશન કરાવી પોતાના પાક ની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવા નું રેહશે ખેડૂતે ઓછામાં ઓછો ૧૦ ટન પાક હોવો જોઈએ અને આમાં જે ખેડૂત પાસે ૧૦ ટન ઉત્પાદન ના હોય તે અન્ય ખેડૂતો સાથે મળી ભેગું રજીસ્ટ્રેશન કરાવી શકશે અને આ વિગત પોસ્ટ દ્વારા એગ્રીબીડ કંપની ના માધ્યમ થકી ઓનલાઈન મુકવામાં આવશે જેથી જે ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટ થી ખેડૂતો ને વચેટિયા કમીશન લેતા લોકો થી રાહત મળશે અને પોતાના મહામુલા પાકના પુરા પૌસા મેળવી શકશે
પોસ્ટ વિભાગ ના આ પ્રોજેક્ટ થકી ખેડૂતો ને સીધે સીધો લાભ થવા જશે ખેડૂત સીધો વેપારી જોડે કનેક્ટ થશે જેથી ખેડૂત પોતાના માલ ની વેલ્યુ પ્રમાણે ભાવ મેળવી શકશે આ એક ખેડૂત ના હિત માટે નો પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ થકી ખેડૂત નો સમય અને પૌસા બંને ની બચત થશે અને બ્રોકરો કમિશનીયા થી છુટકારો મળશે વચ્ચે થી કમિશનીયા નીકળશે એટલે ખેડૂત ને પુરા પૌસા મળશે અને ખેડૂત પોતાની મરજી થી ખરીદાર પાસે થી ભાવ નક્કી કરી પોતાનો પાક વેચી શકશે આ પ્રોજેક્ટ થકી ખેડૂતો ને ખુબજ મોટો ફાયદો આવનાર દિવસો માં થશે.
પોસ્ટ ના આ ડીજીટલ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો પોતાનો પાક તેમને અનુકુળ એવા ઉચ્ચતમ ભાવથી સીધે સીધો ખરીદાર ને વેચી શકશે, પોસ્ટ વિભાગ ખેડૂતો પાસેથી માહિતી એકત્ર કરી એગ્રીબીડ લીમીટેડને આપશે અને તે કંપની ઓનલાઈન માધ્યમ થી ખરીદાર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ થકી મહેસાણા જીૡાનો ખેડૂત ડીજીટલ ખેડૂત બનવા તરફ આગળ વધશે તેમ કહીએ તો નવાઈ નહિ.