સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના લીમલા ખાતે કોબીજ પકવતા ખેડુતો ને નામધારી એનએસ૧૯૬ કોબીજ નુ બિયારણ ભેળસેળ યુક્ત નિકળતા બિયારણ , ખેડ , પાણી , દવા , ખાતર , સહિત નો ખર્ચ માથે પડતા હાલતો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે તો ન્યાય માટે ખેડુતો ગ્રાહક હિત સુરક્ષા મંડળ ના દ્વારે પહોંચ્યા છે.

પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકો શાકભાજી નો હબ છે અને અહી મુખ્યત્વે શાકભાજી માં કોબીજ ફ્લાવર નુ પુસ્કર પ્રમાણ મા વાવેતર થાય છે ત્યારે લીમલા ના ખેડુતો દ્રારા પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ એગ્રોસ્ટાર માંથી નામધારી એનએસ૧૯૬કોબીજ નુ બિયારણ ની ખરીદી કરવામા આવી હતી

જેમા લીમલા ખાતે રહેતા ભીખાભાઇ ચતુરભાઇ પટેલ , પટેલ વિનય કુમાર ધનજીભાઇ , રોહિત કુમાર ધનજીભાઇ, નરેન્દ્રભાઈ પ્રહલાદ ભાઇ સહિત ના ખેડુતો દ્રારા પાક માટે બિયારણ ની ખરીદી કરી ખેતરો મા ધરૂ નાખવામા આવ્યો જેમા કોબીજ નુ એનએસ૧૯૬બિયારણ ભેળસેળ યુક્ત નિકળતા ભીખાભાઇ પટેલ ને ર૧,૬૦,૦૦૦ , વિનય કુમાર પટેલ ને ર૧,૬૦,૦૦૦ , પટેલ રોહિત કુમાર ૧૯,ર૦,૦૦૦, પટેલ નરેન્દ્રભાઈ ને ૬,૪૦,૦૦૦ ના ઉત્પાદન નુ નુકસાન ગયેલ હોય

ખેડૂતો દ્રારા કંપની બાદ તંત્ર મા પણ રજુઆત બાદ પણ કોઇ કાર્યવાહી કે ખેડુતોને વળતર ના ચુકવાતા ખેડુતો ને કરોડો રૂપિયા નુ નુકસાન જતા ખેડૂતો દ્રારા આખરે ન્યાય મળે તે માટે પ્રાંતિજ ખાતે કાર્યરત ગ્રાહક હિત મંડળ ના દ્વારે પહોચ્યા હતા તો ગ્રાહક હિત સુરક્ષા મંડળ ના પ્રમુખ નટુભાઈ બારોટ દ્રારા ફરીયાદ લઈ ને આધાર પુરાવા એકઠા કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024