વૈશ્વિક કોરોના મહામારીમાં લોકોના ધંધા રોજગાર પડી ભાંગતા આજે તમામ લોકો આર્થિક ભીંસમાં સપડાઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ઓનલાઈન શિક્ષાણી મંજૂરી આપવામાં આવતાં ધંધા રોજગારને લઈ વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ઓનલાઈન શિક્ષાણ માટે શૈક્ષાણિક સાધન સામગ્રી લાવવા ગરીબ અને જરુરીયાતમંદ વાલીઓ વધારાનો આર્થિક બોઝ સહન કરવાનો વારો આવ્યો છે
ત્યારે પૂર્વ જિલ્લા પ્રમુખ મહિલા સેવાદળ, પૂર્વ મહામંત્રી, પ્રદેશ પ્રમુખ મહિલા સુરક્ષાા ફાઉન્ડેશન અને સામાજીક કાર્યકર્તા એવા હિનાબેન તરુણભાઈ બ્રહમભટ દ્વારા ગરીબ અને જરુરીયાતમંદ વાલીઓને શૈક્ષાણિક આર્થિક બોજ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ન પડે તેવા શુભ આશયથી ૭૦ થી ૮૦ બાળકોને નોટબુક અને ચોપડાઓનું વિતરણ
તેઓના સ્વખર્ચે કરી તેઓને મદદરુપ બનવાનો એક પ્રયાસ કરી દાતાઓને આ દિશામાં પ્રયત્નો કરવા દિશાનિર્દેશ કર્યો હતો. ચોપડા વિતરણને લઈ હિનાબેન બ્રહમભટે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતો.