ચાણસ્મા ડેપો માંથી વડાવલી જવા એસ ટી બસમાં બેસવા જતાં મહિલાના પર્સમાંથી રૂ.૩.૧પ લાખના દાગીના કોઇ અજાણ્યા ઈસમે સિફતપૂર્વક રીતે ચોરી કરી પલાયન થઇ ગયો હોવાની ધટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચાણસ્મા પીઆઇ ગોહિલ તેમજ એચસી સરદારસિંહ સહિતના સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી કાતરા ગામની પટણી મહિલાને ચોરીનાં મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
બનાવની મળતી હકીકત મુજબ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના કંબોઇ ગામના પુજા બા ભરતસિંહ સોલંકી નામની મહિલા બુધવારના રોજ ચાણસ્માના એસ ટી ડેપો ખાતે થી વડાવલી જવા એસ ટી બસમાં બેસવા જતાં હતાં ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેઓની નજર ચુકવી મહિલાના પર્સ માંથી રૂ.૩.૧પ લાખની કિંમતના સોના ચાંદી નાં દાગીના સિફતપૂર્વક રીતે ચોરી કરી ફરાર થઇ ગયો હતો
જે બાબત ની પુજા બા ને જાણ થતાં તેઓએ દાગીના ચોરી જનાર અજાણ્યા ઇસમ ની પરિવાર જનો સાથે તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ જગ્યાએ તેનો પત્તો ન લાગતા આખરે તેઓ દ્વારા ગુરૂવારના રોજ ચાણસ્મા પોલીસ માં ફરીયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી ચાણસ્મા પીઆઈ શક્તિસિંહ ગોહિલે,એચસી સરદારસિંહ સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન બનાવી ગણતરીના કલાકોમાં કાતરા ગામની હાલ રહે.મોઢેરા વાળી જસોદાબેન બાબુભાઈ દેવીપૂજક ને ચોરીનાં મુદ્દામાલ સાથે
આબાદ ઝડપી લઇ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરી આગળ ની તજવીજ હાથ ધરી છે.ચાણસ્મા પોલીસ દ્વારા ગણતરી નાં કલાકમાં ચોરીનાં બનાવને ઉકેલવામાં આવતાં તેઓની કામગીરીને જિલ્લા પોલીસ વડાએ બિરદાવી હતી.