પાટણ શહેરમાં ૧૩૯ મી રથયાત્રાની તૈયારીઆે શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાનના ત્રણે રથોને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે, તો આજે સોમવારે જગદીશ મંદિર ગર્ભગૃહ પરિસર બહાર લાવી ભગવાન જગન્નાાથ, ભાઈ બલભદ્રની આંખે પાટા બાંધી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નેત્ર પૂજન કરવામાં આવ્યું હતું. તે આગામી શનિવાર સુધી ધર્મ પ્રેમી જનતાને ભગવાનના દર્શન માટે બહાર રાખવામાં આવશે.
પાટણના જગદીશ મંદિર ખાતે બિરાજમાન ભગવાન જગન્નાાથજી, ભાતા બલભદ્રજીની આંખો ઉપર સોમવારના સવારે શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે નેત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જગદીશ મંદિરના પુજારી કનુભાઇ પુજારીએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાાથજી, ભાતા બલ્ાભદ્રજી અને બહેન સુભદ્રાજી મામાના ઘરે જતા તેમને આંખો આવતા પરંપરા અનુસાર ભગવાનની આખો ઉપર મધ સાકર, વરિયાળી ગુલાબજળ તજલવીગના રસ મળી પંચામૃત દ્વારા નેત્ર પૂજન કરવામાં આવ્યા છે. આ ભગવાનને બાંધેલા પાટા શનિવારે ખોલવામાં આવશે.
શનિવારે યજમાન પરિવાર ના ઘરે થી મામેરું નીકળશે. જયારે રવિવારે મંદિર પરિસરમાં ભગવાનો મહાઅભિષેક થશે .તેવું મંદિર ના પૂજારી કનુભાઈ મહારાજએ જણાવ્યું હતું અને વધુમાં તેઓએ હાલ કોઈપણ પ્રકારની લેખિત રથયાત્રાને લઈ મંજૂરી મળી ન હોવાનું જણાવી અમદાવાદની રથયાત્રાની સ્થિતિને જોઈ પાટણમાં પણ મંજૂરી આપવામાં આવવાની આશા વ્યકત કરી હતી.