પાટણ શહેરમાં આવેલા ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશનોમાં છાશવારે મોટરો ખોટવાતાં ભૂગર્ભનું ગંદુ પાણી જાહેરમાર્ગો પર રેલાતુ હોવાનું પ્રકાશમાં આવતું હોય છે
ત્યારે પાટણ શહેરના છીંડીયા દરવાજા પાસે આવેલા ભૂગર્ભ પમ્પીંગ સ્ટેશનની પાણીની મોટર અંદર પડી જવાના કારણે હિન્દુ સ્મશાન ભૂમિ પાસેની તમામ ભૂગર્ભ ગટર ઉભરાતા આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી રેલાયા હતા.
જેને પગલે સ્થાનિક લોકોને આવવા જવામાં તકલીફ ન પડે અને આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવાના પ્રયાસના ભાગરુપે પાટણ નગરપાલિકાના શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલ, એન્જીનીયર કિર્તીભાઈ પટેલ સહિત ભૂગર્ભ ગટરના કર્મચારીઓ દ્વારા નવીન પાણીની મોટર લગાવી જાહેરમાર્ગો પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવામાં આવ્યો હોવાનું શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલે જણાવ્યું હતું.