પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નિકળ્યો છે તેમ છતાં પાટણ નગર પાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને વોર્ડ ઈન્સ્પેકટરો મૌન સેવી રહયા છે.
ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ બની બિનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરીકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેકટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હૂકમો કરવામાં આવ્યા છે છતાં પણ આજદીન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પાટણ શહેરનાં જલારામ મંદિર ચોક પાસે અને જૂના ઈન્ડીયન રેડક્રોસની સામે રેસીડેન્સીયલ બાંધકામની મંજૂરી પર ગેરકાયદેસર કોમર્શીયલ બાંધકામની ૭૦ થી ૮૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ગયેલ હોવા છતાં પણ પાલિકાના સત્તાધીશો દ્વારા હજુ સુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી.
અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે પાલિકાના સત્તાધીશો અજાણ ન હોવા છતાં પણ તેઓ મૌન સેવી રહયા છે. તો કોની રહેમ નજર હેઠળ થઈ રહી છે આ પ્રકારની કામગીરી? તેવા શહેરમાં પ્રશ્નો પણ ચર્ચાઈ રહયા છે. ત્યારે પાટણ નગરપાલિકાએ આ અનઅધિકૃત બંધાઈ રહેલા બાંધકામોને નોટીસો પાઠવવામાં આવી હોવા છતાં તેઓનું બાંધકામ બંધ કરવામાં આવ્યું નથી અને નોટીસ પાઠવ્યા બાદ અનઅધિકૃત બાંધકામ પુરઝડપે કરી તેને પૂર્ણ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હો વા છતાં પાલિકાના સત્તાધીશો મૂકપ્રેક્ષાક બની આ તમાશો જોઈ રહયા છે.
ત્યારે પાલિકાના ચીફ ઓફિસરે વહેલી તકે રુબરુુ તપાસ હાથ ધરી આવા બિનઅધિકૃત બાંધકામોને તાત્કાલિક અટકાવી તેને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવવાની લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે પાટણ શહેરમાં થઈ રહેલા બિનઅધિકૃત દબાણોને લઈ શહેરીજનોને પડી રહેલી હાલાકી અંગે પાટણના જાગૃત નાગરીક આશુતોષ પાઠકે પાલિકાના સત્તાધીશો દવારા આવા બિન અધિકૃત બાંધકામોને ઉગતા જ ડામવાની માંગ સાથે પરવાનગી વિરુધ્ધ થતાં બાંધકામોનું પણ મોનેટરીંગ કરવા સૂચન કયું હતું.
તો જૂનાગંજ અનાજ બજાર એસોસીએશનના પ્રમુખ મહાસુખભાઈ મોદીએ પણ પાટણ શહેરમાં જયાં ત્યાં બિનઅધિકૃત અને ગેરકાયદેસર બાંધકામો થઈ રહયા હોવાનું જણાવી બીયુ પરમીશન ન હોવાના કારણે લોકોની જીંદગીભરની કમાણી વ્યર્થ જતી હોવાનું જણાવી આવા બિન અધિકૃત દબાણોને પાલિકા દવારા મૂળમાંથી જ ડામી દેવાની વાત કરી શહેરીજનનોે સુખાકારી મળી રહે તે દિશામાં પાલિકાના સત્તાધીશોએ પ્રયત્નો કરવા આહવાન કયું હતું.
તો પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરને પીટીએન ન્યુઝના માધ્યમથી પ્રસારીત કરાયેલા સમાચારને અનુલક્ષાીને પુછતાં તેઓએ જે નિયમ વિરુધ્ધ ખોટુ કરશે તેની સામે કોઈને પણ છાવ્યા વગર કાર્યવાહી કરવાની પીટીએન ન્યૂઝને ખાતરી આપી હતી. અને એક-બે દિવસમાં સ્થળ તપાસ કરી નકશા વિરુધ્ધનું કરેલું ખોટુ બાંધકામને દૂર કરવાની સૂચના આપવામાં આવવાનું પણ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું.