મહેસાણા જિલ્લાના વિજાપુરના ખરોડ ગામે ઉત્તરપ્રદેશના રાજપાલ તેમજ ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પોતાના વતન ખરોડ ગામમાં આવેલા રામજી મંદિરની મુલાકાત લીધી હતી.
આનંદીબેન પટેલે મંદિરની મૂલાકાત લઇને મંદિરની કામગીરી કેટલે સુધી પહોંચી તેની માહિતી ટ્રસ્ટીઆે પાસેથી મેળવી હતી. અગાઉ તાલુકામાં કોરોનાના રૌદ્ર સ્વરૂપને કારણે આનંદીબેન પટેલે રામજી મંદિરની મુલાકાત માટે આવી શક્યા નહોતા. જોકે. કોરોના મહામારી હળવી થતાં જ આનંદીબેન પટેલે મંદિરની મૂલાકાત લીધી હતી.
આનંદીબેન પટેલે રામજી મંદિરની થઈ રહેલી કામગીરી નિહાળી હતી જેમાં તેમની સાથે વિસનગરના ધારાસભ્ય ળ્ષિકેશ પટેલ, મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ અને રામજી મંદિરના ટ્રસ્ટી અશોકભાઈ તેમજ ભરતભાઈ, મંદિરના સેવક અશ્વનિભાઈ, પૂર્વ જિલ્લા પ્રમુખ નીતિનભાઈ અને ગામના સરપંચ મહેશજીઠાકોર ઉપિસ્થત રહ્યા હતા. આનંદીબેન પટેલે ગ્રામજનો તેમજ ટ્રસ્ટીઆે સાથે વિચાર વિમર્શ કર્યો હતો અને મંદિરની કામગીરી ઝડપી બનાવવા માટે જણાવ્યું હતુ.