પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજય જી મહારાજ આદિ ઠાણા ૩૬ નો ઉત્સાહ અને ઉમંગ ના વાતાવરણ સાથે ચાતુર્માસ પ્રવેશ ભિક્ત યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રા યોજાયો હતો.
સવારે માર્યાદિત સંખ્યામાં લોકો ને ઉપિસ્થત રાખી ને શોભાયાત્રા આયોજિત કરવામાં આવી હતી. આ શોભાયાત્રા શહેર ના મુખ્ય માર્ગો પર થઇને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં સંપન્ના થઇ હતી. ત્યારબાદ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જૈનાચાર્ય શ્રી અને મુનિરાજો ના પ્રવચન યોજાયા હતા. મુનિરાજ શ્રી ના ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે નગરમાં ચાતુર્માસ હેતુથી પઘારેલ સાઘુ સાધ્વી મહારાજોની પાવન ઉપિસ્થતિ રહી મુનિરાજશ્રીના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે દરેક વર્ષે આવતા અનેક નગરો ના હજારો ભાઈ બહેનોને કોરોનાની પરિિસ્થતિના કારણે નહી આવવા માટે મુનિરાજ દ્વારા સંદેશો મોકલવા માં આવ્યો હતો જેનું દરેક ભાઈ બહેનો એ પાલન કરી ને સોશ્યલ મીડિયા અને પત્ર ના માધ્યમ થી ચાતુમર્ાસ પ્રવેશ ની શુભેચ્છાઓ પાઠવી હતી.