પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાના કારણે મુરઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયા હતા, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
તો પાટણમાં માત્ર એક જ કલાકમાં ર ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. ત્યારે પાટણ શહેરના સુભાષચોક વિસ્તાર પાસે આવેલા નગરપાલિકાનું કોમ્પ્લેક્ષા પડવાના વાંકે ઉભેલું હોઈ તેનું રિનોવેશન કરાવવા પીટીએન ન્યુઝના માધ્યમ થકી સમાચાર પ્રસારીત કરવામાં આવ્યા હતા. તેમછતાં પાલિકાના સત્તાધીશો અને કોપોરેટરના પેટનું પાણી ના હલતાં કોમ્પ્લેક્ષાને યથાવત પરિસ્થિતિમાં જ મૂકવામાં આવ્યું હતું ત્યારે ગત મોડીરાત્રે વીજળીના કડાકા સાથે પડેલા મુશળધાર વરસાદને પગલે સુભાષચોક પાસેનું વિજળીના કડાકાથી પાલિકાના કોમ્પ્લેક્ષાનું એક છજુ ધરાશાયી થઈ જવા પામ્યું હતું.
પરંતુ રાત્રી સમયે આ ઘટના બનતાં મોટી જાનહાની ટળી હતી. જોકે આ જ ઘટના દિવસે ઘટી હોત તો મોટી જાનહાની થવાની પૂરેપૂરી સંભાવના રહેલી હતી. ત્યારે સ્થાનિક વેપારીઓ દવારા પીટીએન ન્યૂઝ દવારા અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હોવા છતાં પાલિકા દવારા કોઈજ પગલા લેવામાં ન આવતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જણાવી જો દિવસે આ ઘટના ઘટી હોત તો મોટી જાનહાની થવાની સંભાવના પણ વેપારીઓએ વ્યકત કરી હતી.તો હવે કોઈ મોટી જાનહાની થાય તે પુર્વે પાલિકાના આ જર્જરીત કોમ્પ્લેક્ષાનું રીનોવેશન કરવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી હતી.
તો હષદભાઈ મોદીની પંચરની દુકાન ઉપર પાલિકાના કોમ્પ્લેક્ષાની છત ધરાશાયી થતાં પતરા સહિત એંગલો પર કાટમાળ પડતાં અંદાજે દશ થી પંદર હજારનું નુકશાન થયું હોવાનું જણાવી જો દિવસે આ ઘટના બની હોત તો મોટી જાનહાની થવાની સંભાવના પણ વ્યકત કરી પાલિકા દવારા આ કોમ્પ્લેક્ષાનું કોઈ મોટી જાનહાની થાય તે પૂર્વે રીનોવેશન હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી.
