લાયન્સ અને લિયો કલબ ઓફ પાટણના ૪૪માં વર્ષ માટેની નવી ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ દૂધસાગર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષાતામાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષા નંદાજી ઠાકોર, પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી. પટેલ અને પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈના મુખ્ય મહેમાન પદે રવિવારના રોજ પાટણના નવાગંજ બજારના હોલમાં યોજવામાં આવ્યો હતો. તે પૂર્વે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા બાદ માર્કેટયાર્ડ ખાતે વૃક્ષાારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ લાયન્સ કલબના પૂર્વ ડિસ્ટ્રીકટ ગવર્નર ધર્મેશ સોની દવારા વર્ષ ર૦ર૧-રર ના નવા વરાયેલા હોદેદારોની પદગ્રહણ વિધિ કરાવવામાં આવી હતી. તો લાયન્સ અને લીઓના નવીન વરાયેલા પ્રમુખને વાજતે ગાજતે ફૂલોની પુષ્પવર્શા સાથે કાર્યક્રમના સ્થળ પર લાવવામાં આવ્યા હતા.
લાયન્સ કલબ પાટણની નવી ટીમના સુકાની તરીકે પ્રમુખ જેસંગભાઈ ચૌધરી, મંત્રી નિકુલ ચુનાવાલા અને ખજાનચી રાજેન્દ્ર દેસાઈ તેમજ લીઓ કલબના પ્રમુખ તરીકે પરીન પંચીવાલા, મંત્રી ભાનુજ ચોકસી અને ખજાનચી દર્શન રામી અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા.
લાયન્સ પૂર્વ પ્રમુખ નટવરસિંહ ચાવડા અને મંત્રી બિ્રજેશ પટેલ તેમજ લીઓ પ્રમુખ ડો.નિલય ચૌધરી અને મંત્રી પરીન પંચીવાલાએ તેમના કાર્યકાળ દરમ્યાન કરેલ પ્રોજેકટોની રુપરેખા રજૂ કરી વાર્ષિક પ્રવૃત્તિ અહેવાલ આપ્યો હતો.
આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ પાટણના પૂર્વ ચેરમેન નટવરસિંહ ચાવડાએ કોરોના કાળમાં વધુ પડતા પ્રોજેકટ કરવામાં ન આવ્યો હોવાનો ખેદ વ્યકત કરી કોરોના કાળમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને તેના સગા સંબંધીઓને વિવિધ પ્રોજેકટો થકી સેવાઓ આપી હોવાનું જણાવી તેઓએ વર્ષે દરમ્યાન કરેલા કર્યો અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા. તો લીઓ કલબ ઓફ પાટણના નવીન વરાયેલા પ્રમુખ પરીન પંચીવાલાએ પોતાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવનાર પ્રોજેકટો અંગેની આછેરી ઝલક આપી હતી.