મુસ્લિમ સમાજ ના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાન એવા ઉમર ખાન રાઉમા અવાર નવાર પક્ષ ની બાબતે ચિંતા કરી લોકો માં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધું વિશ્વાસ મજબૂત બનાવવા અને લોકો માં સબ કા સાથ સબ કા વિકાસ ના સૂત્ર ને સાર્થક કરવાની ભાવના સાથે પક્ષ ના આગેવાનો સાથે મુલાકાત કરતા હોય છે.
લોકો માં વિશ્વાસ વધે અને ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી સમાજના લોકો વધુમાં વધુ લોકો જોડાય તેમજ આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને હમણાંથી જ ચિંતિત બની આજે ઉમર ખાન રાઉમા એ પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા ના ઉપપ્રમુખ જહીર ભાઈ ગનીભાઈ કુરેશીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા પરામર્શ કર્યો હતો.
આ મુલાકાત માં ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારોમાં પૂર્વ હજ કમિટીના ચેરમેનપ્રિન્સીપાલ મોહમ્મદઅલી કાદરી, લઘુમતી અધ્યક્ષ અયુબ ખાન પઠાણ,પૂર્વ શહેર લઘુમતી પ્રમુખ હસનખાન બલોચ, પાટણ જિલ્લા લઘુમતી ચેરમેન ઇસુભા મલેક, મહામંત્રી ઝહીર ભાઈ,શહેર પ્રમુખ ઈર્શાદ ભાઈ, મહામંત્રી માજિદ ખાન બલોચ એડવોકેટ, દિલાવર ખાન બલોચ, મૈયુદ્દીન ભાઈ જયેશ ભાઈ દરજી વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતાં.