પાટણ શહેરની જૂની અને જાણીતી સંસ્થા પાટણ નાગરિક સહકારી બેન્કના ચેરમેન તરીકે સુરેશભાઈ સી. પટેલ અને એમડી તરીકે ડોક્ટર જે.કે.પટેલ અઢી વર્ષની મુદત માટે ચૂંટાઈ આવ્યા છે. બેંકના ડિરેક્ટરો, કર્મચારીઆે અને સભાસદોએ નવા ચૂંટાયેલા ચેરમેન, એમડીને શુભેચ્છાઆે પાઠવી હતી.
પાટણ નાગરિક સહકારી બેન્કના બોર્ડ આેફ ડિરેક્ટરની તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનેલા નવા ડિરેકટરોની ઉપિસ્થતીમાં અને બેંકના પૂર્વ ચેરમેન મનસુખભાઇ પટેલની અધ્યક્ષતામાં બેંકના ચેરમેન અને મેનેજીગ ડિરેકટરની ચૂંટણી આજે યોજાઈ હતી.

ચેરમેન અને એમડી માટે બે-બે હરીફ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણી યોજવી પડી હતી જેમાં સુરેશભાઈ સી. પટેલ સતત ત્રીજી વખત ચેરમેન બન્યા હતા. તેમને ૧૧ મત મળ્યા હતા જ્યારે હરીફ ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલને ૪ મત મળ્યા હતા. તો એમ.ડી. તરીકે ડો.જે. કે. પટેલ વિજયી બન્યા હતા. ચુંટણીમાં બેંકના ૧પ ડિરેક્ટરો હાજર રહ્યા હતા. ૩૦ વર્ષ ઉપરાંતના લાંબા સમયગાળા બાદ બેંકમાં ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હોવાનું અને પહેલીવાર આંગળી ઊંચી કરવી પડી હોવાનું બેંકના સિનીયર ડિરેકટર જેન્તીલાલ પટેલ (ભુતા)એ જણાવ્યું હતું.

અત્યાર સુધી બેંકના હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હતા. નવા ચેરમેન અને એમડી અઢી વર્ષ માટે બેંકનું સુકાન સંભાળશે.અત્રે ઉલેખનીય છે કે, ૧૯૬૩માં સ્થપાયેલી પાટણ નાગરિક સહકારી બેન્ક ૩ શાખાઆે ધરાવે છે અને નાના વેપાર ધધાથીઆેને લોન આપી ધંધો રોજગાર કરવા મદદરૂપ બની આગવી આેળખ ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024