પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા ખાતે આવેલ બસ સ્ટેશનની પાસે રાત્રિના સમયે કોઇ અજાણ્યા વાહનચાલકે કેટલાક કેબીનો તેમજ દુકાનોને હડફેટે લેતાં કચ્ચર ઘાણ વળી ગયો હતો અને યુજીવીસીએલનો વિજપોલ પણ ટક્કરથી ટુટીને નીચે પડી ગયો હતો.
ત્યારે દુકાનદારો દ્વારા ચાણસ્મા પોલીસ મથકે અરજી આપતા ચાણસ્મા પોલીસે વધુ તપાસ હાથ ધરતા અકસ્માત કરી નાસી છુટેલ બેકાબુ ટ્રેલર રામગઢ નજીક પેટ્રોલપંપ સામે રોડની સાઈડમાં ઉતરી ગયેલ હાલતમાં મળી આવતા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.