જ્ઞાન શક્તિ દિવસ ની ઉજવણી અંતર્ગત પહેલી ઓગસ્ટના રોજ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સંચાલિત મોડલ સ્કૂલ સાંતલપુર માં આઈસીટી લેબ ની સુવિધા ઊભી કરાઇ છે.
જેનો લોકાપ્રણનો ઓનલાઈન કાર્યક્રમ ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે યોજાયો હતો. જેમાં રાજ્યની અનેક શાળાઓમાં આઈસીટી લેબ નવીન બાંધકામ કરાયેલ ઓરડા, કેજીબીવી બાંધકામ વગેરે નું લોકાપ્રણનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.
જ્ઞાન શક્તિ દિવસ ની ઉજવણી અંતર્ગત મોડલ સ્કૂલ સાંતલપુર ખાતે આધુનિક સુવિધા સભર આઈસીટી લેબ ની સુવિધા નું ઓનલાઇન લોકાપ્ર્ાણ બાદ શાળા કક્ષાએ વાલીગણ, એસએમડીસી, સ્ટાફ તમામ ની હાજરીમાં સરકારી શાળા માં અપાવેલ લેબનું લોકાપ્રણ કરવામાં આવ્યું હતું. જેમાં જાડેજા રતનસિંહ, એસએમડીસી સભ્ય ઘનશ્યામભાઈ જાડેજા, આચાર્ય અરવિંદભાઈ ઓઝા, વિદ્યાર્થીઓ તેમજ વાલી અને સ્ટાફ હાજર રહ્યા હતા.
મોડેલ શાળા ને આઈસીટી લેબ ની સુવિધા આપવા બદલ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની કામગીરી અને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ની કામગીરી અને ગુજરાતની સરકારી શાળાઓના શિક્ષણ ને ઊંચાઈ પર લઈ જવાના અસરકારક પગલાંઓની સરાહના કરવામાં આવી હતી.