ધાર્મિક નગરી પાટણમાં અનેક પ્રાચીન દેવાલયો આવેલા છે.જેમાં પાટણના અતિ પ્રાચીન શ્રી કાલિકા માતાજી મંદિર ખાતે આજરોજ શ્રાવણ સુદ પાંચમના દિવસે સવારે ૮ વાગ્યા થી વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણ માટે વેદ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નગરદેવી કાલિકા માતાના સન્મુખ સવારે ૦૮:૦૦ થી સાંજના ૦૬:૦૦ સુધી અવિરત પારાયણનું આયોજન કરવામાં આવ્યું હોવાનું મંદિરના પુજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યુ હતું.
નગરદેવી સન્મુખ શુકલ યજુર્વેદ સંહિતાના ૧૯૭પ મંત્રોનું ડાકોર નિવાસી વેદાચાર્ય જીગ્નેશભાઈ કંઠસ્થ પારાયણ કરવામાં આવી રહ્યું છે અને તેમના પુત્ર અવધૂતભાઈ દ્વારા વેદગાન પણ કરવામાં આવ્યું હતું. વેદોના મુખ્ય મંત્રોનું આકલન કરીને જે ગ્રંથ રચાયો છે તેને સંહિતા કહેવાય છે.
શુકલ યજુવ્રેદ સહીતાનો છેલ્લો અધ્યાય ઇશાવાસ્ય ઉપનિષદ કહેવાય છે , જેનો મંત્રોચાર સાંજે છ વાગ્યા પહેલા કરવો પડે છે.વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે યોજાયેલ વેદ પારાયણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.