ભાજપની જન આશીર્વાદ રેલી આજે પાટણ થી મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં પહોંચી હતી. કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન દેવુસિંહ ચૌહાણ ની આગેવાનીમાં પહોચેલી રેલી ખેરાલુ ખાતે સભામાં પરીવર્તી હતી .
જ્યાં દેવુસિંહ ચૌહાણે સભા સંબોધી હતી. અને નિવેદન કયું હતું કે જન આશીર્વાદ રેલી થકી લોકોના આશીર્વાદ અમો મેળવી રહ્યા છીએ જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખીને એમને આ પદ સુધી પહોંચાડયા છે તેઓનો આભાર વ્યકત કર્યો હતો.