પાટણ ભાજપ મહિલા મોરચા દ્વારા પાટણ ફોટોગ્રાફર એસોસિયન કમિટીનું વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સન્માનિત કરવા બદલ પાટણ ફોટોગ્રાફર એસોસિયેશન કમિટીના પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ આવેલ ભાજપ મહિલા મોરચાની બહેનો નો ખુબ ખુબ આભાર માન્યો હતો.
આ પ્રસંગે કમિટીના મંત્રી કીર્તિભાઈ મોદી ઉપપ્રમુખ ધર્મેશ પટેલ સહમંત્રી અંકુરપટેલ ખજાનચી હિમાંશુ પ્રજાપતિ તથા પ્રેસ ફોટોગ્રાફર સતીશ સ્વામી તથા કમિટીના તમામ સભ્યોએ પાટણ ભાજપ મહિલા મોરચા નો વિશ્વ ફોટોગ્રાફી દિન નિમિત્તે સન્માન કરવા બદલ આભાર વ્યકત કર્યો હતો.