આજના ટેકનોલોજીના યુગમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે આવા સમયે બ્લડની સવિશેષ જરૂરીયાત ઉભી થતી હોય છે.ત્યારે આજે દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે આજરોજ સમગ્ર દેશભરમાં એન.એસ.યુ.આઈ દ્વારા ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે પાટણ જિલ્લા એને.એસ.યુ.આઈ દ્વારા શહેરની એચ.કે બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૭૭ બોટલ બ્લડ એકિત્રત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ એન.એસ.યુ.આઈ પ્રમુખ મહિપાલિસહ ગઢવી,પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંકરજી ઠાકોર,પાટણ જિલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ દાદુિસહ ઠાકોર,પાટણ જિલ્લા એને.એસ.યુ.આઈ મહામંત્રી જૈમિન પટેલ,પાટણ શહેર એને.એસ.યુ.આઈ પ્રમુખ હિતેશ દેસાઈ,પાટણ સહિત પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પાટણ જિલ્લા એને.એસ.યુ.આઈ ના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.