કોરોના વાયરસની બીજી લહેરમાં પાટણ શહેરના મધ્યભાગમાં આવેલ સિવિલ હોસ્પિટલ લોકો માટે આશીર્વાદ બની હતી. ત્યારે હાલમાં વાયરલ ફીવર ચાલી રહ્યો છે.પાટણ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં તાવ,શરદી,માથું ઉધરસ ના કેસોમાં નોધપાત્ર વધારો થઈ રહ્યો છે.
પાટણ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ર૩ દિવસમાં વાયરલ ફિવરની ૮પ૯પ ઓપીડી નોંધાઈ છે.જેમાં ખાસ કરીને શરદી,તાવ અને ખાંસી ના ૪૦પ૬ કેસ નોંધાયા છે.આ સાથે સાથે છેલ્લા ર૩ દિવસમાં કોવિડ-૧૯ ની ૧૧૩ ઓપીડી નોંધાઈ છે.તો હાલમાં પ્રતિદિન ૩૦૦ થી ૩ર૦ વાયરલ ફીવરના કેસ નોંધાઈ રહયા છે.
વધતા કેસોને લઈને સી.એમ.સેતુ અંતર્ગત બે ડોક્ટરો સારવારમાં જોડાયા છે.તો ડો હિમાંશુભાઈ એ જણાવ્યું હતું.કે હાલમાં ચાલી રહેલ વાયરલ ફીવર ના કેસો સવિશેષ જોવા મળી રહ્યા છે.સિવિલ હોસ્પિટલ ખાતે સી.એમ.સેતુ અંતર્ગત બે ડોક્ટરો સેવા આપતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.