સિદ્ઘપૂર શહેર મનોરંજનની દુનિયામાં ખૂબ જ ઝડપથી ચમકી રહ્યું છે જેને લઈ દેશભરમાંથી ફિલ્મોના ડાયરેકટર દ્વારા હિન્દી, સાઉથ, તમિલ સહિતની ફિલ્મો તેમજ એડવર્ડટાઇઝ માટે ઉ.ગુ.માં સિદ્ઘપુર શહેરને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં સિદ્ઘપુરમાં હેપી બર્થડે સીતા તમિલ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં વ્હોરવાડ વિસ્તારમાં શૂટિંગ માટે અલગ અલગ સેટ લગાવવામાં આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સિદ્ઘપુરમાં અઘારીયા મહોૡામાં ઇ.સ. ૧૯૦૩ માં બંધાયેલા મકાનો કલાત્મક કોતરણીના બેનમૂન વારસો છે આધુનિકતાની સાથે યંત્રવિદ્યાની બોલબાલા અને કાષ્ટના ઉપયોગ સામેની પર્યાવરણીય જાગૃતિને કારણે ગુજરાતી કાષ્ટકલા લુપ્ત થતી જાય છે ત્યારે સિદ્ઘપુરના આંગણે પથરાયેલો આ ખજાનો નિહાળવા દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ અહીંની મુલાકાત લઈ ભવ્ય ભૂતકાળની યાદો આંખોમાં સમાવી જાય છે ત્યારે આ મકાનો ફિલ્મોના ડાયરેકટર માટે ફિલ્મનું શુટિંગ કરવા માટેનું એક સ્થળ બની ગયું છેે.
સિદ્ઘપુરમાં વ્હોરવાડ વિસ્તારમાં તમિલની હેપી બર્થ ડે સીતા ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે જેના નિર્માતા હનુરાઘવાપુડી તેમજ ફિલ્મમાં હીરો તરીકે દિલકર સલમાન અને હિરોઇન મૃનલ ઠાકુર મુખ્ય રોલ ભજવી રહયા છે જેથી સિદ્ઘપુરવાસીઓ ફિલ્મના શુટિંગ ને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આ પહેલા શાહરુખ ખાનની ફિલ્મ રઈશ નું પણ શુટિંગ સિદ્ઘપુરમાં થયું હતું જેમ જેમ દિવસ જાય છે તેમ સિદ્ઘપુર પોતાની આગવી ઓળખ ધરાવતું જાય છે જેને લઈ સિદ્ઘપુર શહેરના લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.