પાટણ શહેરમાં સંધ્યા પડતા જ પાટણ તાલુકામાંથી લીલા છમ લાકડાઓ ભરીને ઉંટલારીઓ અને ટ્રેકટરો શહેરની લાટીઓમાં ઠલવાતા હોય છે ત્યારે કેટલીકવાર તો પાટણ વન સંરક્ષકની કચેરીની નાક નીચેથી આવી ઉંટલારીઓ અને ટ્રેકટરો લીલાછમ લાકડાઓ ભરીને પસાર થતાં હોવા છતાં તેઓ મૌન સેવતાં સીધી આંગળી તેમના પર ચિંધાઈ રહી છે.
ત્યારે એકબાજુ સરકાર દ્વારા વધુ વૃક્ષાો વાવવા વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓને અપીલ કરી રહી છે તો બીજીબાજુ સરકારના જ ફોરેસ્ટ વિભાગ દ્વારા આવા લીલાછમ કપાતાં વૃક્ષાો સામે મૌન અને ચૂપકીદી સેવાતાં લાટીઓ વાળા બેફામ બની સંધ્યા પડતાં જ હજારો ટન લીલુ લાકડુ કપાવીને પોતાની લાટીઓમાં ઠાલવી રહયા છે.
વન વિભાગની શંકાસ્પદ કામગીરીને લઈ તેઓ સામે પર્યાંવરણ પ્રેમીઓના અનેક પ્રશ્નો ઉદભવ્યા છે ત્યારે વન પંડિતનો એવોર્ડ મેળવનાર નિલેશ રાજગોર દ્વારા ગતરોજ રાત્રીના સમયે પ્રતિબંધિત ખીજડાના વૃક્ષનું ટ્રેકટર બંસી હોટલ પાસેથી પકડી પાડયું હતું અને ફોરેસ્ટ વિભાગના કર્મીઓને જાણ કરી લાકડા ભરેલું ટ્રેકટર ડીટેઈન કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પ્રતિબંધિત ખીજડાનું ટે્રકટર પકડતાં લાટી માલિક મનીષભાઈ ઘટના સ્થળે આવી પહોંચી તમે કોણ છો?
અને તમને આ લાકડુ પકડવાનો કોને હકક આપ્યો હોવાનું જણાવી ગર્ભિત ધમકીઓ પણ આપી હોવાનું નિલેશ રાજગોરે જણાવી ફોરેસ્ટ વિભાગની મિલીભગત અને શંકાસ્પદ કામગીરીને લઈ આગામી સમયમાં મુખ્યમંત્રી અને વનમંત્રીને લેખિતમાં રજૂઆત કરી તેઓની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.