પાટણ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન -ર ના ભાગરૂપે ગતરોજ જિૡા સ્પોટ્ર્સ સંકુલથી વિશ્વ વિરાસત રાણીની વાવ સુધીની દોડ યોજાઈ હતી. ફિટ ઇન્ડિયા ફ્રીડમ રન -ર અંતર્ગત ગતરોજ પાટણ ખાતે ભાઈઓની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ૬ ડીએલએસએસ કોચીજ, સીનીયર કોચ, ૧૮ ઇનસ્કૂલ ટ્રેનર સહિત કુલ ૧૪ર દોડવીરો જોડાયા હતા. પાટણ જિલ્લા રમતગમત સંકુલ ખાતેથી લીલીઝંડી દર્શાવી દોડનું પ્રસ્થાન કરાયું હતું . સ્પોટ્ર્સ સંકુલથી વલ્ર્ડ હેરિટેજ રાણીની વાવ સુધી દોડ યોજાઈ હતી જે પરત સંકુલ ખાતે આવી હતી. દોડ પૂર્વે પાટણના પ્રતિભાશાળી ટેનિસ ખેલાડી પ્રાપ્તિ સોનીએ ઉપસ્થિત સૌને સ્પોટ્ર્સને અનુરૂપ મહત્વની માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પ્રાપ્તિના માતુશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા . તેમના હસ્તે તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દોડ વીરો. ગણવેશ સાથે ઉપસ્થિત રહ્યા હતા. દોડ દરમ્યાન સલામતી સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા તેમજ મેડિકલ સારવાર માટે ૧૦૮ ની સેવાઓ પુરી પાડવામાં આવી હોવાનું જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ દ્વારા જાણવા મળ્યું હતું.