હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ સંલગ્ન ૩૦૦ જેટલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ટીચિંગ સ્ટાફની સામૂહિક ભરતી અંતર્ગત વોક ઇન ઇનરવ્યુ ભરતી કેમ્પ ગતરોજ પાટણ યુનિવર્સીટી કેમ્પસના જુદા જુદા વિભાગોમાં યોજવામાં આવ્યો હતો.
આ ભરતી પ્રક્રિયામાં ૩૦૦ જેટલી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં ૩ર૦૦ ઉપરાંત જગ્યાઓ માટે મોટી સંખ્યામાં શિક્ષિત બેરોજગાર ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા માટે ઉમટી પડ્યા હતા જેથી યુનિવર્સીટી કેમ્પસમાં જાણે બેરોજગારોનો મેળો યોજાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું અને કેટલા મોટા પ્રમાણમાં શિક્ષિત બેરોજગારી પ્રવતિ રહી છે તે અંગે પણ ચર્ચાતું જાણવા મળ્યું હતું.

યુનિવર્સીટીના કુલપતિ ડો. જે જે વોરાએ ટીચિંગ સ્ટાફની ભરતી અંતર્ગત વિવિધ વિભાગોની મુલાકાત લઈને સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કયું હતું. કુલપતિ ડો. વોરાએ જણાવ્યું હતું કે યુનિવર્સીટી સંલગ્ન વિવિધ આર્ટસ સાયન્સ અને કોમર્સ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અધ્યાપકોની ભરતી માટે દર વર્ષે ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે પાટણ યુનિવર્સીટી કેમ્પસમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં સ્ટાફની ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦૦ જેટલી સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ૩ર૦૦ ઉપરાંત જગ્યાઓ માટે શિક્ષિત ઉમેદવારો ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા છે. યુનિવર્સીટી દ્વારા સતત ત્રીજા વર્ષે આ ભરતી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સીટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ, એમ.એસ.ડબલ્યુ વિભાગ અને એમએસસી આઈટી ડિપાર્ટમેન્ટ ખાતે ભરતી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં ઉમેદવારોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ વિવિધ વિષયના તજજ્ઞોની પેનલ દ્વારા એક્સપર્ટ મૂકવામાં આવ્યા હતા અને ઉમેદવારોના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા હતા .
ત્રણ દિવસ ચાલનાર ભરતી પ્રક્રિયા બાદ પસંદગી પામનાર ઉમેદવારોને કોલેજ મેનેજમેન્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવશે ત્યારબાદ તેને યુનિવર્સીટીમાં માન્યતા માટે મોકલાશે.
ભરતી અંગેની કાર્યવાહીમાં વિવિધ કોલેજોના ટ્રસ્ટીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024