પાટણની લોર્ડ કિ્રષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને કિ્રષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલના સંયુકત ઉપક્રમે જન્માષ્ટમીની વચ્યયુઅલ અને પ્રત્યક્ષા એમ બંને રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જગતનો નાથ પોતાની લીલા કરવા અને મનુષ્યને શીખવવા જન્મેલ ત્યારે તેનો જન્મોત્સવ ઉજવવો સૌ કોઈને ગમે તે સ્વાભાવિક છે. ત્યારે જાણે નિજધામમાં નિજોત્સવ ઉજવાયો હોય તેવું લાગ્યું હતુ.
આ કાર્યક્રમની વિશેષતા એ રહી હતી કે પ્રત્યક્ષા રુપે જે વાલી હાજર રહયા તે તેમના બાળકને વેશભૂષા સાથે લાવ્યા હતા બાકીના વિદ્યાર્થીઓએ ઘરે બેસી કાર્યક્રમને નિહાળ્યો હતો.
આ પ્રસંગે સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી જન્મોત્સવની સાથે ગરબે ઘુમી જન્માષ્ટમી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.