પાટણ-સિદ્ધપુર 108 ને તારીખ 29/08/21 ના રોજ સિદ્ધપુરની અર્ણવ હોસ્પિટલનો બપોરે 1:30 કલાકે કેસ મળ્યો હતો અને સિદ્ધપુર એમ્બ્યુલન્સ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ત્યારબાદ જાણવા મળ્યું કે નવજાત બાળકને ઓક્સિજન સાથે મહેસાણા લઇ જવાનું હતું જ્યારે બાળકની હિસ્ટરી લેતા જાણવા મળ્યું કે બાળક જન્મ વખતે રડયું પણ નથી અને તેના ફેફસામાં પણ તકલીફ હતી તેની સાથે તેનું ઓક્સિજન લેવલ પણ ખૂબ જ ઓછું હતું.સિદ્ધપુરના EMT રાકેશ નાયી અને પાયલોટ હિરેન રાવલ દ્વારા પોતાની આગવી સુજબૂજ અને અનુભવના આધારે તરતજ એમ્બ્યુલન્સ માં લઇ સારવાર ચાલુ કરી અને બાળકને ઓક્સીજન સાથે મહેસાણા લઈ રવાના થયા.

પરંતુ બાળકનું ઓક્સીજન લેવલ માં કઇ પણ સુધારો જોવા મળતો ના હતો જેથી EMT રાકેશ નાયી દ્વારા GVK EMRI 108 ના તબીબ ડૉક્ટર સુનિતા મેડમનો સંપર્ક કર્યો અને તેમની સલાહથી એમ્બ્યુલન્સમાં જ કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યું અને રસ્તામાં બાળકના ધબકારા પણ મળતા ના હોવાથી બાળકને CPR આપ્યા ત્યારબાદ બાળકનું ઓક્સીજન લેવલ પણ 80% ઉપર આવી ગયું હતું અને બાળક સારી મુવમેન્ટ કરવા લાગ્યું હતું અને બાળકનો જીવ બચાવી તેને સલામત રીતે હોસ્પિટલમાં દાખલ કર્યું હતું.

બાળકને શંકુજ હોસ્પિટલમાં સલામત દાખલ કર્યું ત્યારે બાળકના પિતા બાળકની સ્થિતિ સારી જોઈ તેમને રાહતનો શ્વાસ લીધો હતો અને તેમને GVK EMRI સંસ્થા તથા EMT રાકેશ નાયી અને પાયલોટ હિરેન રાવલનો આભાર માન્યો હતો અને ઘણી બધી દુવાઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024