શ્રાવણ માસ ના ચોથા સોમવાર નિમિત્તે સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા પાંચ સ્વયંભૂ મહાદેવમાં વટેશ્વર મહાદેવ-દેથળી, સિદ્ઘેશ્વર મહાદેવ, નીલકંઠેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, અરડેશ્વર મહાદેવ, તેમજ દેવભૂમિ સિદ્ઘપુર ખાતે બિરાજમાન આદિ જગતગુરુ શંકરાચાર્ય સ્વામી ની ગાદી અને પાદુકાના દર્શન કરવામાં આવ્યા હતા. સાથે ’માં સરસ્વતી’ નદી બંને કાંઠે વહેતી થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ સાથે સિદ્ઘપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, દિનેશજી ઠાકોર (કોટ),ધનાભાઈ પરમાર, પ્રવીણજી ઠાકોર, રૂદ્રેશ્વર કુમાર પંડ્યા, તેમજ અન્ય સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.