ભારતના બીજા રાષ્ટ્રપતિ બનવાનું બહુમાન ધરાવતા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન નો આજે જન્મદિવસ છે, પ સપ્ટેમ્બરના દિવસે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે મહેસાણા મુકામે કમળા બા હોલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી,
આજના શિક્ષક દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો ને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં જિલ્લા કક્ષાના ૪ શિક્ષકો ને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
જ્યારે તાલુકા કક્ષાના કુલ ૧૭ શિક્ષકો ને એવોર્ડથી સન્માનિત કરી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.