જૂનાગઢ જિલ્લામાં આર્મી જવાનને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવતા પાટણ કલેકટર કચેરી ખાતે માજી સૈનીકોએ આવા પોલીસ કર્મીઓને નોકરી માંથી બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. જુનાગઢ જિલ્લાના પાદરડી ગામના વતની કાનાભાઈ ગોવિંદભાઇ કેસવાલા જે ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીર ખાતે ફરજ બજાવે છે.તેઓ હાલમાં રજા ઉપર માદરે વતન આવ્યા હતા.
ત્યારે વતનમાં કોઈ કારણસર આર્મી જવાન સાથે માથાકૂટ થતાં પોલીસ દ્વારા આર્મીમેન કાનાભાઇને કસ્ટડીમાં લઇ જઇ ઢોર માર મરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એમના માતા તેમજ પત્નીને પણ પુરુષ પોલીસ દ્વારા માર મારી અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી આ બાબતે નિયમાનુસાર કાનૂની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવે તેમજ એક આર્મી મેન ને ર૪ ( ચોવીસ ક્લાક ) કરતાં વધારે કસ્ટડીમાં રાખી શકાય નહીં તેમ છતાય એમનો કોઈ ગુનો કર્યો હોય
તો એમને નજીકના આર્મી સ્ટેશન મો સુપ્રત કરવો પડે તેવા નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી કે પોલીસ આવીરીતે કોઈ આર્મી મેન ને મારી સકે નહીં તેમજ સૂર્યસ્ત પછી પણ કોઈ મહિલાને પોલીસ સ્ટેશનમાં રાખી શકે નહીં તેવા નિયમો હોવા છતાં આર્મી મેનના પરિવાર સાથે આ દુખદ ઘટના ઘટી છે. આ સમગ્ર ઘટનામાં જે પણ પોલીસ દ્વારા માર મારવાના વિડીયો માં દેખાય છે તેમને તેમજ અન્ય જવાબદાર પોલીસ અધિકારી / કર્મચારી ને તાત્કાલિક નોકરી માથી બરખાસ્ત કરી સજા આપવામાં આવે ગુજરાતના તમામ માજી સૈનિકો અને એમના પરિવાર વતી માંગ કરવામાં આવી હતી અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અને જો ન્યાય નહિ મળે તો ગાંધી ચિધ્યામાર્ગે એસ.પી. કચેરી જુનાગઢ ખાતે તમામ માજી સૈનિકો ઉપવાસ પર બેસવાની ચીમકી પાટણના નિવૃત આર્મી જવાનોએ આપી હતી.