પાટણ નગરપાલિકાના જે જાહેરાતો ના હોર્ડિંગ્સ અલગ-અલગ એજન્સીઓને નિયમ મુજબ આપેલા હતા પરંતુ કોરોના ના બહાના હેઠળ આ એજન્સીઓના લગભગ ૧પ લાખથી વધુ ભાડાની રકમ નગરપાલિકાને એજન્સીઓ પાસે બાકી નીકળતી હતી પાટણ નગરપાલિકા ના અધિકારી અને શાસકો ની બેદરકારી ના હિસાબે લાખો રૂપિયાની રકમ બાકી હોવા છતાં
એજન્સીના માણસો એ ધોળા દિવસે એક ટ્રક અને માણસો લાવીને તેમના સાધન સામગ્રી નગરપાલિકાની કોઈ પણ પરવાનગી વગર લઇ જવાની કોશિષ કરી હતી આ વાત ભરત ભાટીયાને ધ્યાને આવતા નગરપાલિકા ઇ.બા. લાગતના કર્મચારી રાજુભાઈ મોદીને સાથે રાખી આ ગાડી અને જે હોર્ડિંગ્સ કેમ લઇ જાવો છો તેની પૂછપરછ કરી હતી નગર પાલિકાના લાખો રૂપિયા બાકી હોય તો કોની મિલીભગતથી આ એજન્સી એ ધોળે દિવસે આવી હિંમત કરી હશે એ એક ચર્ચાનો વિષય બન્યો હતો. જે પણ હોર્ડિંગ્સ અને સાધન સામગ્રી તેમણે ગેરકાયદેસર ઉતાર્યાં હતા તે તમામ ને નગરપાલિકા જમા કરાવવાની તજવીજ હાથ ધરી હતી.
ત્યારે પાટણ નગરપાલિકાના નવા ચૂંટાયેલા શાસકોને છેલ્લા કેટલાક સમયથી પાલિકાના અધિકારીઓ ખોટી ખોટી રીતે ગુમરાહ કરી રહયા છે અને અણધડ વહીવટ કરીને જે તે શાખાના અધિકારીઓ નગરપાલિકાને આર્થિક નુકશાન પહોંચાડી રહયા છે. પાટણ નગરપાલિકા દ્વારા ૭મી માર્ચ ર૦૦૮ના રોજ પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરીને હેત ગ્રાફીકસ અમદાવાદની કંપનીને ૧લી એપિ્રલ ર૦૦૮થી ૩૧મી માર્ચ ર૦૧૭ સુધી નવ વર્ષ માટે પાંચ બોર્ડ હેત ગ્રાફીકસની માલિકીના અને બે બોર્ડ નગરપાલિકાને ફ્રીમાં વાપરવા માટે આપવાની શરતે મંજૂરી આપી હતી.
પરંતુ ર૦૧૭ પછી મુદત પૂર્ણ થઈ ગયા બાદ પણ આજદીન સુધી આ પાંચ બોર્ડની ટેન્ડર પ્રકિ્રયા કે જે તે શાખાના અધિકારીઓ દ્વારા હરાજી કરવામાં આવી નથી. આ અંગે નગરપાલિકામાં માંગણી કરતાં તેની ફાઈલ પણ જે તે શાખાના અધિકારીઓ પાસે મળી આવી ન હતી. આમ હેત ગ્રાફીકસ છેલ્લા ચાર વર્ષથી અંદાજે ૮પ લાખ રુપિયા જેટલી રકમ કમાઈ છે અને નગરપાલિકા પાસે તેની કોઈજ આવક થઈ નથી.
જેેથી આ અંગે જવાબદાર અધિકારીઓ પાસે શાસક પક્ષના સભ્યો અને ચીફ ઓફિસરે તાત્કાલિક પગલા ભરીને તાત્કાલિક નવેસરથી ટેન્ડર પ્રકિ્રયા કરવામાં આવે તેવી ડો.નરેશ દવેએ માંગ કરી હતી.
આમ, વિરોધ પક્ષમાં બેઠેલા ડો.નરેશ દવે પાલિકાને આવક ઉભી થાય તે માટેના અભ્યાસુ પ્રયત્નો કરતા હોય તો શાસક પક્ષના નવીન સભ્યોએ પણ પાલિકાની મિલ્કતોમાં અંગત રસ દાખવી પાલિકાને આર્થિક ફાયદો થાય તેવા પ્રયત્નો હાથ ધરવા લોકમાંગ ઉઠવા પામી છે.