પાટણ જીલ્લાના સાંતલપુર ના નવા જાખોત્રા ગામે મારા મારી ની ઘટના
ધાર દાર હથિયાર વડે મારા મારીમા પતિ પત્ની ગંભીર રિતે ઘાયલ
ઘાયલ પતિ પત્ની ને પાટણ ધારપુર હોસ્પિટલ ખચેડયા…
મારા મારી નું કારણ ગામ માં ચાલતાં દારૂના ધંધા ને બંદ કરાવવા કરાઈ હતી લેખિત ફરિયાદ…..
ઘાયલ પતિ પત્ની ના છોકરા એ સાંતલપુર પોલીસ સ્ટૅશન અને પાટણ SP ઓફિસે કરી હતી લેખિત ફરિયાદ….
દારૂ વેંચતા બુટલેગર દ્વવારા ઘરે આવી ધાર દાર હથિયાર વડે કરાયો હુમલો….
ફરિયાદી ની લેખિત ફરિયાદ આપવા છતાં કેમ ન કરાઈ કાર્યવાહી તેવી લોકો મુખે ચર્ચાઓ નો દોર વહેતો થયો…
ગાંધીના ગુજરાતમાં આમ તો કહેવાતી અને માત્ર કાગળ પર જ દારુબંધી જોવા મળી રહી છે. ત્યારે સાંતલપુરના નવા જાખોત્રા ગામે ચાલતા દારુના વેપલાને બંધ કરાવવા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ અંગેની જાણ બુટલેગરોને થતાં તેઓના ઘરે આવી ધારદાર હથિયાર વડે હૂમલો કરી વૃધ્ધ પતિ-પત્નીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતા. આમ પાટણ જિલ્લામાં બુટલેગરો બેફામ બનતાં પોલીસ લોકોની રક્ષા કરવાને બદલે બુટલેગરો સામે કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસની કામગીરી સામે પણ શંકાઓ ઉભી થવા પામી છે. તો ફરિયાદીએ લેખિત ફરીયાદ આપવા છતાં પણ આજદીન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસની કામગીરી શંકાના દાયરામાં જોવા મળી રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહયું છે.