જૈન ધર્મનાં મહાપર્વ ગણાતાં પર્વાધીરાજ પર્યુષણની આજે પૂણાહૂતિ થઈ છે પર્યુષણના અંતિમ દીવસને જૈન લોકો સંવત્સરીના નામથી ઓળખે છે. આ દીવસ જૈન લોકો માટે ખુબ જ મહત્વનો દીવસ છે.
આ દીવસે વિવિધ જૈન મંદિરોમાં જૈન સાધુ-મહંતો દવારા લોકોને બારસ સુત્ર નામક ગ્રંથનુંં વચનામૃત આપે છે. અને તેનું વાંચન કરીને લોકોને ધર્મનો ઉપદેશ આપે છે. આ દીવસે જૈન સમાજના લોકો અહિંસા, શાંતી, પ્રેમ, દયા, ક્ષામા વગેરેનું પાલન કરે છે. અને બને તેટલા ધાર્મિક પ્રવૃતીઓમાં લીન રહે છે.
અને તેથી આજે પાટણ શહેર સહિત વિવિધ જીનાલયોમાં લોકોએ ભગવાન મહાવીરની પુજા-અર્ચના કરીને લોકોએ ધર્મમય દીવસ ગાળવાનો પ્રયાસ કર્યો હતો.
જયારે નગીનભાઈ પૌષધશાળા અને સાગર ઉપાશ્રય સહીત ત્રિસ્તુતીક જૈન મહાસંઘમાં મુનિભગવંતોએ પર્યુષણ પર્વમાં તપ અઠ્ઠઈ કરનાર શ્રાવક-શ્રાવીકાઓને વ્રત તપ છોડાવ્યા હતાં. અને જાણે અજાણે કોઈને લાગણી દુભાઈ હોય તો મીચ્છામી દુક્કડમ પાઠવ્યા હતાં.