ગણેશ ચતુર્થીના દિવસે પાટણ શહેરના વિવિધ મહોલ્લા-પોળો- સોસાયટી સહિત શૈક્ષાણિક સંકુલોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી વિભાગમાં પણ વિદ્યાર્થીઓના સાથ સહકારથી ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા લાવવામાં આવેલ ગણેશજીની સાત દિવસ સુધી પધરામણી કરવામાં આવી હતી
ત્યારે સાત દિવસ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગણેશજી સમક્ષા કરવામાં આવી રહયા છે ત્યારે આજરોજ યુનિવર્સીટીના કુલપતિ ડો.જે.જે.વોરા, રજીસ્ટ્રાર ડી.એમ. પટેલ, કેમેસ્ટ્રી વિભાગના વડા સંગીતા શર્મા સહિત રસાયણ શાસ્ત્રના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા ૧૦૮ દિવાની મહાઆરતી ઉતારવામાં આવી હતી.
તો ૧૦૮ દિવાની મહાઆરતીની શાસ્ત્રોકત વિધિ વિધાનથી જલારામ મંદિરના પૂજારી રશ્મીકાંત રાવલ દ્વારા સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું.