પાટણ શહેરના રેલવે નાળા પાસે આવેલ મીટર હાઉસ ખાતે દર વર્ષ વેપારીઓના સાથ સહકારથી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
ત્યારે ચાલુસાલે પણ મીટર હાઉસના વેપારીઓના ધંધા રોજગારમાં બરકત આવે અને તેઓ નિરોગી રહે અને વેપારીઓમાં અરસ પરસ ભાઈચારો કેળવાઈ રહે તેવા શુભ આશયથી આજરોજ વેપારીઓના સાથ સહકારથી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારે પાટણના વિદ્વાન પંડિતોએ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં યજમાન પરિવારને આહુતિ અપાવી વેપારીઓના ધંધા રોજગાર સારા ચાલે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. તો મીટર હાઉસના વેપારીઓએ મોટીસંખ્યામાં યજ્ઞના દર્શનનો અનેરો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.
તો આ યજ્ઞની પૂણાહૂતિ પ્રસંગે તમામ વેપારીઓએ યજ્ઞમાં શ્રીફળ હોમાવી પોતાના ધંધા રોજગારમાં બરકત આવે અને સમગ્ર વિશ્વમાંથી કોરોના જેવી મહામારી નાબુદ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હોવાનું મીટર હાઉસના વેપારીએ જણાવ્યું હતું.