સરસ્વતી તાલુકાના મેસર ગામે શ્રીમાળી કોમલ બેન ને ૧૪ રાજયો ને પછાડ આપી ગોલ્ડ મેડલ જીતવા બદલ મેસર ગામના અનુસુજીત જાતી અને ગામના આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સરપંચ, પંચાયત સભ્ય, માજી સરપંચ સહિત ગામના આગેવાનો અને સમાજના આગેવાનો હાજર રહયા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો કોમલબેનને દરેક લોકોએ ફુલોથી વધાવી સ્વાગત કર્યુ હતું.