સમગ્ર રાજ્યમાં ઉજવાતા કાર્યક્રમ થી કંઈક અલગ અંદાજમાં મહેસાણાના પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાનોએ મોદી ના જન્મ દિવસ ની ઉજવણી નું આયોજન કયું છે.મોદી ના ૭૧ માં જન્મ દિવસ ની ઉજવણી નિમિત્તે મહેસાણાની રાજધાની સોસાયટી ના ગ્રાઉન્ડ માં ૭૧ ફૂટ નું ઊંચું અને રપ ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ સ્ટેચ્યુ ફરતે જન્મ દિવસે એટલે કે ૧૭ સપ્ટેમ્બર ના રોજ ૧૭૧ કપલ ભગવાન શ્રી રામની આરતી ઉતારી વડાપ્રધાન ના દીધાર્યુ માટે પ્રાર્થના કરશે.મહેસાણાના આ બે યુવાનોએ વડા પ્રધાન ના કાર્યો થી પ્રેરાઈને પોતાના સ્વ ખર્ચે આ પ્રકારે અનોખા અંદાજમાં જન્મ દિવસ ની ઉજવણી નું આયોજન કર્યું છે
વડાપ્રધાન મોદીએ આપણા દેશમાં જ નહીં પણ સ્તરે પણ પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.આપણા દેશમાં વડાપ્રધાન મોદીને અનેક યુવાનો આદર્શ માને છે.ત્યારે મહેસાણામાં સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એચ એલ રાય ફાઉન્ડેશન ના આલોક રાય અને રાજધાની ફાઉન્ડેશન ના પિન્ટુભાઈ પટેલ ને વડાપ્રધાન નો જન્મ દિવસ અનોખા અંદાજમાં ઉજવવાનો વિચાર આવ્યો અને આ વિચાર ભાજપ ના પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ સમક્ષ મુકવામાં આવ્યો.
રજનીભાઇ પટેલે આ બન્નો યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું, અને એક અનોખા અંદાજમાં આ રીતે જન્મ દિવસ ની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું છે.આજ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં નોંધારા બનેલા પરિવાર ને આર્થીક મદદ થઈ શકે તે માટે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવાનું આયોજન કરાયું છે
મહેસાણા વડાપ્રધાન મોદી નું માદરે વતન છે.મહેસાણા ના વડનગરમાં જન્મેલા મોદીએ આજે ભારત નું નામ સ્તરે ગુંજતું કર્યુ છે.ત્યારે મહેસાણા ના બે યુવાનો વડાપ્રધાન નું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે.આ બંને યુવાનો દ્વારા આયોજિત કાર્યક્રમ ને લઈને મહેસાણા વાસીઓમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.