કેશવ માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા પાટણ નગરમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે •વલય દંડ• ની સ્પર્ધા રાખેલ હતી આ સ્પર્ધા ૧૪ ઓગસ્ટ થી એક મહિના સુધી પાટણ નગરમાં થયેલ તેમાં પાટણ નગરમાં દરેક શાખા સહ સ્પર્ધા થઇ
ત્યારબાદ ઉપનગર સ્તરે સ્પર્ધા થઈ ત્યારબાદ વિજેતા ટીમો ની નગર સ્તરે સ્પર્ધા થઇ તેમાં વય ગટ પ્રમાણે સ્પર્ધા થઇ પ્રથમ બાલ ગટ દ્વિતીય કોલેજીયન તરુણ તેમજ તૃતિય વ્યવસાય તરુણ આ ત્રણ વિભાગમાં સ્પર્ધા થઇ કુલ પ૭ જેટલી મેચો રમવાની તેમાં બાલગટમાંથી વીર અભિમન્યુ શાખા તરુણ વ્યવસાય શાખામાંથી વીર ઉધમસિંહ શાખા તેમજ તરુણ વ્યવસાયી શાખા માં પાર્થ પ્રભાત શાખા ની ટીમો વિજેતા થઈ ખૂબ ઉત્સાહપૂર્વક દરેક રમતવીરોએ ભાગ લીધો સદભાવના, સમરસતા, પ્રેમ અનુશાસન, તેમજ રાષ્ટ્રભાવના સ્પર્ધામાં જોવા મળી હતી.
આ સ્પર્ધામાં ફાઇનલમાં વિજેતાઓને વિજય સ્મૃતિ ગ્રુપમાં દરેક ટીમના ખેલાડીઓને અખંડ ભારત નું સ્મૃતિ ચિન્હ નગર સંઘચાલક નિરંજનભાઇ પટેલના વરદહસ્તે આપવામાં આવ્યું હતું. ત્યારબાદ નગર સંઘચાલકનું સ્વયંસેવકોને રાષ્ટ્ર નિર્માણ માટે ઉદબોધન કરવામાં આવ્યું હતું.