ઊંઝા એપીએમસી દ્વારા વડાપ્રધાન મોદી ના જન્મ દિવસ ની ઉજવણી એપીએમસી ના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા ઊંઝા દાસજ રોડ ઉપર વૃક્ષારોપણ કરી કરાઈ હતી.
પી.એમ.ના જન્મ દિવસની ઉજવણી એપીએમસી દ્વારા રપ૦૦૦ વૃક્ષ ટ્રી ગાર્ડ સાથે વાવણી કરવામાં આવી હતી. એપીએમસી દ્વારા વૃક્ષનું વાવેતર જ નહીં પણ વૃક્ષ બે વર્ષ નું ન થાય
ત્યાં સુધી તેની જાળવણી કરવાનો સંકલ્પ વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર એપીએમસી ઊંઝાના ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો.