રાજ્યસભાના સાંસદ એવા મહેસાણાના જુગલ ઠાકોર (Thakor Jugal Lokhandwala MP) ના પિતાજી સ્વ.શેઠ મથુરજી પુંજાજી ઠાકોરની નવમી પુણ્ય તિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
અત્યાર સુધી નવ વખત યોજાયેલ રક્તદાન કેમ્પમાં કુલ અંદાજે ર૭૦૦ થી વધુ રક્તની બોટલો એકત્રિત થઈ ચૂકી છે જ્યારે આજે સાંસદ જુગલ ઠાકોર દ્વારા પણ ૭૮ મી વખત રક્તદાન કરવામાં આવ્યું હતું.
જુગલ ઠાકોર દ્વારા તેમના પિતાજી ની નવમી પુણ્ય તિથિ તેમજ પોતાના જન્મ દિવસે પણ રક્તદાન શિબિર નુ આયોજન કરવામાં આવતું હોય છે. અને આજે પણ તેમના પિતાજીની નવમી પુણ્ય તિથિ કોઈ દર્દીને મદદરૂપ થવાના આશયથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.