વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 82મી વખત રેડિયો કાર્યક્રમમાં Mann ki baat કરી હતી.
ઓક્ટોબર મહિનો તહેવારોના રંગોમાં રંગાઈ રહ્યો છે. તમને યાદ છે શોપિંગ એટલે ‘વોકલ ફોર લોકલ’ (Vocal for Local) ! જો તમે સ્થાનિક ખરીદી કરો છો, તો તમારો તહેવાર પણ પ્રકાશિત થશે અને એક કારીગર, એક વણકર તથા ગરીબ ભાઈ અને બહેનના ઘરમાં પ્રકાશ થશે. મને ખાતરી છે કે, આપણે બધાએ સાથે મળીને જે અભિયાન શરૂ કર્યું છે તે આ વખતે તહેવારોમાં વધુ મજબૂત બનશે. તમે અહીંથી ખરીદો છો તે સ્થાનિક ઉત્પાદનો વિશે સોશિયલ મીડિયા પર શેર કરો. તમારી આસપાસના લોકોને પણ કહો
પીએમ મોદીએ કહ્યું કે ‘સાહેબ કહેતા હતા કે, આપણે સૌ એક થઈને સંયુક્ત પ્રયાસો દ્વારા દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી શકીએ છીએ. જો આપણી પાસે એકતા ન હોય તો આપણે આપણી જાતને નવી-નવી મુશ્કેલીઓમાં ફસાવી દઈશું. એટલે કે, રાષ્ટ્રીય એકતા છે તો, ઉંચાઈ છે, વિકાસ છે. આપણું સ્વાતંત્ર્ય આંદોલન આનું સૌથી મોટું ઉદાહરણ છે.
તમે કલ્પના કરો, જ્યારે આઝાદીના આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનાવવામાં આવશે, ત્યારે લોકો પોતાના ઘરના દરવાજા પર, દિવાલ પર, આપણે આઝાદીના લડવૈયાઓની તસવીર લગાવીશું, સ્વતંત્રતાની કોઈપણ ઘટનાને રંગોથી બતાવીશું, તો અમૃત મહોત્સવનો રંગ પણ વધશે.