દિવાળીના તહેવારો નજીક આવતાં જ ચોર ટોળકીઓ પણ સકિ્રય બની હોય તેવું જોવા મળી રહયું છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે બજારમાંથી ૪.૧પ લાખની ઉઠાંતરી થયો હોવાનો બનાવ સામે આવ્યો છે.
ત્યારે રાધનપુરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાની બાજુમાં પાર્ક કરેલ બાઈકના હુકમાં ભરાવેલ પૈસા ભરેલા થેલાની ટાબરીયા દ્વારા ઉઠાંતરી કરાતાં ભોગ બનનાર ઈસમ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી હતી
ત્યારે પોલીસ તપાસમાં ટાબરીયો બેગની ઉઠાંતરી કરી ભાગી છુટતો હોવાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. તો ઉઠાંતરી કરી ભાગી રહેલા ટાબરીયાના સીસીટીવી સામે આવતાં પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે. આમ, દિવાળીના તહેવારો નજીક આવતાં જ ચોર ઈસમોની ટોળકીઓ સકિ્રય બની હોય તેવું પણ જોવા મળી રહયું છે.