પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી ખાતેથી કોલસાના વેપારી દ્વારા રાધનપુર થી ભૂતાન કોલસા ભરીને મોકલવાના હોય તે કોલસા રાધનપુરથી ટ્રાન્સપોર્ટ મારફતે ભરીને ભૂતાન રવાના કરેલા તે સમયે ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિક મળીને કોલસા બારોબાર વેચી નાખ્યા હતા
તેને અનુસંધાને રાધનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતા રાધનપુર પોલીસ દ્વારા ટ્રક ડ્રાઇવર ટ્રક માલિકની ધરપકડ કરી ભરી ગયેલા કોલસામાંથી ૭૦% કોલસાની રિકવરી કરી બંને આરોપિને રાધનપુર કોર્ટમાં રજૂ કરતા રાધનપુર કોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર કરતા બંને આરોપીને રાધનપુર પોલીસ દ્વારા સુજનીપુર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સરાહનીય કામગીરી ને લઈ કોલસા ના વેપારી રમેશભાઈ ગોકલાણી એ રાધનપુર પોલીસ નો આભાર માન્યો હતો ગણતરીના કલાકોમાં ચીટિંગ કરતી ગેંગનો ભેદ ઉકેલાતાં કોલસાના વેપારીઓ દ્વારા રાધનપુર પોલીસ નો આભાર માનવામાં આવ્યો હતો.