ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે મહેસાણા જિલ્લા ની મુલાકાતે પધાર્યા હતા. મહેસાણા જિલ્લા માં વિજાપુર ના હિરપુરા ગામે કરોડો રૂપિયા ના વિકાસ કામો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યાં બાદ રબારી સમાજ ના યાત્રાધામ તરભ ગામે વાળીનાથ ધામ પધાર્યા હતા. વિસનગર તાલુકાના વાળીનાથધામ પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ની રજત તુલા કરવા માં આવી હતી.
મુખ્યમંત્રી એ પોતાની લાક્ષણિક અદા રબારી સમાજ ના ભરપુર વખાણ કર્યાં હતા તો વળી મુખ્યમંત્રી એ પોતાની રજત તુલા ની ચાંદી વાળીનાથ મંદિર ના વિકાસ અને રબારી સમાજ ના શિક્ષણ વિકાસ માટે ભેટ ધરી દીધી હતી.