પાટણ નગરપાલિકા દ્વારા અવિતરતપણે વિકાસના કામો કરવામાં આવી રહયા છે ત્યારે ગત બોડીમાં મંજૂર કરવામાં આવેલા રોડ-રસ્તા અને પેવર રોડના કામો ચાલુ બોડી દ્વારા કરવામાં આવી રહયા છે
ત્યારે પાટણ શહેરના મોતીશા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજીના મંદિરેથી એકતા સોસાયટી સુધીનો રોડ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી દર્શનાર્થઆવતાં શ્રધ્ધાળુઓ સહિત સ્થાનિક લોકો અને જગતના તાતને આ રોડ પરથી પસાર થવામાં ખૂબજ મુશ્કેલી પડતી હતી જેથી ગત બોડીના પાલિકાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક એવા ખોડીયાર માતાના મંદિરથી એકતા સોસાયટી સુધીનો પેવર રોડ ગત બોડીના બાંધકામ સમિતિના ચેરમેન ડો.નરેશ દવે દ્વારા મંજૂર કરવામાં આવેલો પેવર રોડ ગતરોજ બનાવવામાં આવતાં સ્થાનિક લોકો સહિત પાટીદાર સમાજના લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે ડો.નરેશ દવેએ જૂની બોડીમાં બાંધકામ સમિતિના ચેરમેન પદેથી પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ પેવર રોડ મંજૂર કરવામાં આવ્યો હતો જેનું કામ પૂર્ણ થતાં સ્થાનિક લોકોમાં અનેરી ખુશી જોવા મળી હતી.
આમ ચાલુ શાસક પક્ષ પણ પોતાના વોર્ડ વિસ્તારોમાં વિવિધ વિકાસના કાર્યો કરીને શહેરીજનોને પડતી હાલાકીઓ દૂર કરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.