પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ૭ ના રાજવંશી બંગલોઝ, જલધારા સોસાયટી સામે, રામેશ્વર સોસાયટી સામે, મીનળ પાર્ક, સારથી રેસીડેન્સી સને, કર્મભુમિ અને ત્રિભોવન પાર્ક સોસાયટી સામે ડેન્ગ્યુ અને ચિકન ગુનિયાના કેસો વધવાની ફરિયાદ ને ધ્યાને લઈ આરોગ્ય જાળવણી
માટે વોર્ડના પ્રમુખ જીગ્નેશભાઈ સોની, કોપોરેટર રાજેન્દ્ર કે. હિરવાણીયા, વોર્ડ ઇન્સ્પેક્ટર રીતુબેન ઠાકોર અને પ્રિયલબેન પ્રજાપતિ અને સોસાયટીના રહીશોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી આ વિસ્તારને ખરા અર્થમાં સ્વચ્છ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.